STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

ઘાવ પર ઘાવ

ઘાવ પર ઘાવ

1 min
27.5K


હસ્યા ઘાવ પર ઘાવ ખાતા રહીને,

મળ્યું જીવવાનું દબાતા રહીને.

કલા આવડે તો હુનર વાપરીને,

હયાતો નિખારો કમાતા રહીને.

ઘડી છે અમે જિંદગી ખ્વાબ કેરી,

કરમ ને પનારે કપાતા રહીને.

અમારી ક્ષતિને ક્ષમા આપ કરશો,

નથી જીવનારા છપાતાં રહીને.

હવે ક્યાં લગી રાહ જોયા કરીશું, 

હ્રદય ભાવનાએ પિંખાતા રહીને.

થયું ચાલવાનું મળી રાહ લાંબી,

સફર આદરી છે ઘવાતા રહીને.

થયાં ખ્વાબજોતાં અનોખા જ માસૂમ,

નિગાહે નિગાહે સમાતા રહીને.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational