STORYMIRROR

'Sagar' Ramolia

Drama Tragedy

3  

'Sagar' Ramolia

Drama Tragedy

ગગાને કોણ સમજાવે?

ગગાને કોણ સમજાવે?

1 min
8.9K


ગગાને માન્યામાં ન આવે, ગગાને કોણ સમજાવે!

નેતા થવાનાં સપનાં સતાવે, ગગાને કોણ સમજાવે!


હા, જી હા! કરતા ચમચા આગળ-પાછળ ચાલે,

એને જલ્સા કેમ કરાવે?

ગગાને કોણ સમજાવે!


મોંઘુદાટ ભોજન ને માથે ડ્રાયફ્રુટ મુખવાસ,

અપચા પેટે કેમ પચાવે?

ગગાને કોણ સમજાવે!


મોંઘી મોંઘી હોટલો ને લકઝરીયસ એના રૂમ,

શરદીના કોઠે કેમ ફાવે?

ગગાને કોણ સમજાવે!


મોંઘા ચશ્મા, મોંઘી પેન ને ડિઝાઈનર કપડાં,

પાતળું તન કેમ શોભાવે? ગગાને કોણ સમજાવે!


લકઝરીયસ કારના જમેલામાં મસ્ત બની ફરે,

એમાં કેટલું પેટ્રોલ પુરાવે? ગગાને કોણ સમજાવે!


સ્વીસ બેંકમાં ખાતું રાખે,

મફત વિદેશી સેર કરે,

આદર્શી ગગો નાણું ક્યાંથી લાવે?

ગગાને કોણ સમજાવે!


શેર-સટ્ટો ને કૌભાંડોની રેસમાં આગળ ભાગે,

ભોળો ગગો કેમ ચાંચ ખુપાવે? ગગાને કોણ સમજાવે!


મોંઘી-મોંઘી મિલ્કતો,

'સાગર' મોંઘાં છે રહેઠાણ,

ડરેલો ગગો સપનું ભગાવે, ગગાને કોણ સમજાવે!


Rate this content
Log in

Similar gujarati poem from Drama