ગેરસમજ
ગેરસમજ
આપણ બંને વચ્ચે આ કેમ,
ગેરસમજ થઈ તે સમજાતું નથી,
સાથે આપણે રહીયે છતાં પણ,
ગેરસમજ દૂર થતી નથી,
રાતના મોડું થાય તો તું,
વાટ જોવે છે દ્વાર ઊભી,
પ્રેમથી મુજને નિહાળે છે પણ,
સ્મિત તું કેમ કરતી નથી,
રાઈનો પર્વત કરીને કેમ,
બેઠી છો રિંસાઈને તું,
વાત છે ઝગડાની મામુલી,
તે તું કેમ સમજતી નથી,
તડપું છુ તારા પ્રેમ માટે હું
લાગણી કેમ તને થતી નથી,
હું છું તારા પ્રેમમાં પાગલ,
દરકાર તેની તું કરતી નથી,
એકબીજાને સમજવાનો,
પ્રયત્ન કરીએ છતાં પણ "મુરલી"
ગેરસમજ કેમ ઉકેલાઈ નહી,
તે હજી સુધી હું સમજ્યો નથી.

