STORYMIRROR

Pinky Shah

Tragedy

2  

Pinky Shah

Tragedy

ગભરુ બાળા

ગભરુ બાળા

1 min
945


હતી હું ગભરુ બાળા

અકાળે યુવતી બની ગઇ,


નાદાન હતી હું ને

અત્યાચાર નો ભોગ બની ગઈ,


મારી ખુશી ઓ દરદથી લીપાઈ ગઈ

એક માસૂમ જિંદગી અત્યાચારથી નંદવાઈ ગઈ,


તે જ પળથી મારી જિંદગી કોઈના હાથનું પ્યાદું બની ગઈ,


કોરા સપનાઓ મારા પાષાણ વત બની મનમાં ધરબાઈ ગયા,

હું માસૂમ ,એ દિવસથી અહલ્યા બની ને પાષાણની પ્રતિમા બની ગઈ,


લોકો કહે છે દુ:ખ પછી સુખ આવે છે, હું નાદાન એ કહેવત ને પકડી જીવતી રહી,


આજે પણ છે મને પ્રતિક્ષા રામની, જે મને સૌભાગ્યથી પરમ સમીપે કૃતાર્થ કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy