STORYMIRROR

Prakruti Shah 'Preet'

Classics Inspirational

4  

Prakruti Shah 'Preet'

Classics Inspirational

ગાંધી

ગાંધી

1 min
103

પોરબંદર 

છે જન્મભૂમિ,

નામે મોહનદાસ,

વિલાયતમાં

બન્યો વકીલ.


ટૂંકી પોતડી

લપેટી તને,

સત્ય, અહિંસા કેરા

મારગે ચાલ્યો,

એક વિરલો.


અસ્પૃશ્યતા ને

રંગભેદના

વિરોધ સંગે દાંડી

સત્યાગ્રહથી

બન્યો મહાત્મા.


આઝાદી કેરી

લડતે, બન્યો

મોહન, ગાંધીબાપુ,

સ્વતંત્ર દેશે

રાષ્ટ્રપિતા.


બુરાઈ કેરા

પ્રતિક સમા

ત્રણ વાનરો થકી,

આપ્યો સંદેશો

માનવતાનો.


સાદાઈ અને

કરકસર,

જીવનમંત્ર જેના,

લાકડી ચશ્માં

છે સાથીદાર.


સાબરમતી

આશ્રમે જન્મી 

ગાંધીવિચાર શાળા,

સૂતરતંત

રેંટિયો, ખાદી.


આત્મકથની

રૂપે વર્ણવ્યા

સત્યના પ્રયોગો, ને

રાજઘાટ છે

એની સમાધિ.



Rate this content
Log in

Similar gujarati poem from Classics