STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ગાંધી સત્ય મશાલી

ગાંધી સત્ય મશાલી

1 min
112

સત્ય નિષ્ઠ તમે ગાંધી બાપુ, સ્વયં પાવન જ તીર્થ

હાથ લાકડી તને પોતડી, ધૈર્ય મૂર્તિ અહિંસા ધર્મ,


જંગ જીતવા આઝાદીનો, સવિનય કૂચ સેનાની

સત્યનો જય હો.. જય હો રટજો,

અંતિમ વિજય સત્યનો સાથી,


સૃષ્ટિ સર્જક પોષક સત્ય, સત્ય એ જ પરમેશ્વર

છે ભલે કઠિન સત્ય પથ, દૃઢ નિશ્ચય મંગલેશ્વર,


ઝુકશું ન હવે લાઠી ગોળી, જોશ; ના કપટ જ અંદર

શુદ્ધ હેતુ આચરણ સત્ય, સત્ય નિષ્ઠા બલવત્તર,


સત્ય, સત કે હોવાપણું, સત્ય દર્શન દે ઈતિહાસી

તૂટિ ગુલામી ઝંઝીરો, વિશ્વને મળ્યો એક પ્રકાશી,


ધન્ય! છો જગની સાચે જ, ચારિત્ર્ય શિખર મૌલિ

મોહન પારસમણી, બન્યા મહાત્મા સત્ય મશાલી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational