Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Drama Inspirational

5.0  

'Sagar' Ramolia

Drama Inspirational

ગામની ધરોહર

ગામની ધરોહર

1 min
6.9K




એ સીમ, એ ખેતર, એ પાદર,

ઈ તો ગામની મોટી ધરોહર,


સીમમાં ચરતાં પશુઓનો વૈભવ,

મોહિત કરતો પક્ષીઓનો કલરવ;

પવન કેવો વહેતો સરસર!

ઈ તો ગામની મોટી ધરોહર,


ખેતરમાં ખેડુના હાકલા-પડકારા,

લીલેરો મોલ તો મારે ઝગારા;

ગાય, ભેંસ ને બળદ તાકાતવર,

ઈ તો ગામની મોટી ધરોહર,


પાદરમાં પાળિયાની જાહોજલાલી,

વાર્તાસમૃદ્ધ ડોસા, ખિસ્સું ભલે ખાલી;

પાદર વાતોમાં કેવું તરબતર!

ઈ તો ગામની મોટી ધરોહર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama