ગામડું
ગામડું




બસમાંથી ઊતરતા,
"એ", - મને એ રીતે ભેટયું,
જાણે લાગે,વર્ષોથી મારા
વિરહમાં એ રડ્યું.
મંદિર, સ્કૂલને એ સીમાડો,
પાદર, કૂવો ને એ હવાડો,
હવાડો ઊભો, આવી મારી પાસે,
માનો હોય, રિસાણો.
નદી, કૂવાના પ્રદૂષિત પાણીની,
કરી ફરિયાદ મને, સુધારક જાણી.
નથી રહ્યું પીવા જેવું, અહીંનું જલ,
કરી હવા ને ઝહેરી, કાપી વૃક્ષોને જંગલ.
સુખી થવા,ગામડેથી ગયો શહેર.
નાદાને, વરસાવ્યો અહીં કાળો કહેર.
ના,ચોખ્ખું જલ રાખ્યું, ન રહ્યો શુદ્ધ વાયુ.
વધ્યું પ્રદૂષણ,થયુ ટૂંકુ ગામડાનું આયુ.
હરીફાઈમાં વધતા શહેર, ને ઘટતા જંગલ પહાડ,
બચાવો પ્રકૃતિને પૃથ્વી પાડી એક દહાડ,
માનવતા માટે ઉછેરો એક બાળ ને ઝાડ.
થયું ગામડું ગુમનામ, પાડી મૌન રાડ.
કરી હૈયાફાટ રૂદન, ફરિયાદ ખૂબ કરી.
માની મિત્ર, અશ્રુની સરિતા વહેતી કરી.
આકાશ, પૃથ્વી, પહાડ, જંગલ, નદી, સાગર.
નું સંરક્ષણ કરી,બનાવો સ્વર્ગ ધરા પર.