ગામડું અને શહેર
ગામડું અને શહેર
કે શહેરની આ ભાગદોડમાં,
મશીનો વચ્ચે ઝૂલાઈ ગયું,
માણસાઈનાં મારા ગામડામાં,
સાલું જીવન સુંદર ભૂલાઈ ગયું,
કે લડતા પોતે લડાવતા પોતે,
બાળપણમાં ઘણું શીખાઈ ગયું,
શીખ્યા ઘણું ને ભૂલ્યા બધું,
અસંજોગોમાં ધરબાઈ ગયું બધું,
હકીકતના આ શહેરમાં,
સપનું મારું વીંખાઈ ગયું,
ઊંચા આભમાં ઊડી રહ્યું પંખી,
ધુમ્મસના ડુંગરામાં પીંખાઈ ગયું,
આગળ રહેવાની આ હોડમાં,
મારું પ્રકરણ પ્રેમનું ખોવાઈ ગયું,
હસતા ચહેરે અભિવાદન કરીને,
એકલતામાં રોવાઈ ગયું,
જાતભાતની જીવન શૈલીમાં,
ખુલ્લું મોં પણ જાણે સીવાઈ ગયું,
જોઈને સંઘર્ષ આ જીવનનો,
આખું જીવન આમ જ જીવાઈ ગયું.
