ગાજરની પિપૂડી
ગાજરની પિપૂડી
બાળને રમવાનાં ઓરતાં જાગે,
ગાજરની પિપૂડી વાગે,
ન રમકડું, ન ફદિયું માગે,
ગાજરની પિપૂડી વાગે.
સકળ લોકનો તે મનાતો રાજા,
ખુલ્લા છે તેના જ્ઞાનના દરવાજા,
જ્ઞાનનો સૂરજ પકડવા ભાગે,
ગાજરની પિપૂડી વાગે.
વાદળ જેવું તેનું મોટું છે મન,
વરસવા લાગે, હોય ઘર કે વન,
ગાવા લાગે રૂડા મલ્હાર રાગે,
ગાજરની પિપૂડી વાગે.
નદીના પ્રવાહ જેવો નિર્મળ સ્વભાવ,
ઘાયલ કરે સૌને તેના હાસ્યનો ભાવ,
તરબોળ કરે નિર્દોષ ચાગે,
ગાજરની પિપૂડી વાગે.
