Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Drama

3  

Rohit Prajapati

Drama

એવો..

એવો..

1 min
407


સંકટમાં નથી હું કે નથી તું,

સંકટમાં આપણો સંબંધ છે.


પાણી વિના વૃક્ષ કરમાઈ જાય,

એમ પ્રેમ વિના કરમાતો સંબંધ છે.


રૂપ જોઈ તો સૌ કોઈ જાળવે,

વગર રંગ રૂપનો આ સંબંધ છે.


તટ ઉપર બેસી તમાશો સૌ કોઈ દેખે,

ખારાશમાં ભળી ઓગળે એવો સંબંધ છે.


ઝંખના અને તૃપ્તિ તો સૌ કોઈ માંગે,

મુક્તિ અપાવે એવો આપણો સંબંધ છે.


હવે બહુ ઊંડા નથી ઉતરવું વાતોમાં,

યાદોમાં જીવાડી જાય એવો સંબંધ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama