Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

એને ભક્તિ જાણજો

એને ભક્તિ જાણજો

1 min
315


પરમાત્માને માટે આતુર આંખડી,

અનુરાગે અંજાઈ અવનીમાં ફરે;

અંતરને એકે ક્ષણ ચેન પડે નહિ,

જ્યાં લગ પરમાત્માનું દર્શન ના મળે; 

સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !

અંગાંગમહીં અંગારા જાણે ઉઠ્યા,

તરસ માટે ના કેમે કરતાં પ્રાણની;

વ્યાકુલ મનડું એક જ જાપ જપ્યા કરે,

બીજી વાત ન દીસે કોઈ કામની;

સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !

સ્વર્ગતણા સુખ ખારાં છેક થઈ ગયાં,

ત્રિભુવનના ભોગોમાં રસ લાગે નહીં;

ચારુ સ્વરૂપે સુરતા છે સઘળી મળી,

હરદમ થાયે એનું એકલ ધ્યાન જો;

સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !

સંતોના સંગે સુખ ઉત્તમ સાંપડે,

સુણતાં થાક ન લાગે પ્રભુ ગુણગાનને;

શુભને છોડી અશુભ માંહી મન ના રમે,

વિષ માટે ના મૂકે અમૃત પાનને,

સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !

આલિંગન કરવાને અંતર ઊછળે,

પ્રભુને મળવા કરે મનોરથ સર્વદા;

રક્ત કરે રણકાર સદાયે સ્નેહનો,

ઝરણાં જીવનમાં જાગે છે પ્રેમના,

સજ્જન સઘળા એને ભક્તિ જાણજો !

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)


Rate this content
Log in

Similar gujarati poem from Classics