એના વગર
એના વગર
આમ જુઓ તો કંઈ ખાસ નથી. પણ
એના વગર મારું કોઈ ખાસ નથી.
વણ વંચાયેલ પુસ્તક હું, કર્યા હસ્તાક્ષર એણે,
હવે બીજા "કોઈ "નો અવકાશ નથી.
માંગવા વગર જ મળી જાય છે અહી બધું,
એના કાજે મેં કંઈ કીધાં ઉપવાસ નથી.
તારાઓ ના સાનિધ્યમાં વિચરુ છું સદા,
ચંદ્ર વગર પણ ખાલી આકાશ નથી.
સંજોગે જુદા કર્યા છે, અમે નથી થયા,
માત આપી મોત ને, સ્વર્ગે કર્યો નિવાસ નથી.
વરસો વીતી જાય છે એકમેકના થવામાં,
ક્ષણમાં જ પામી લઈએ એ ખાસ નથી.
નીકળી કેમ શબ્દોની સરવાણી એના માટે,
મારી કલમ તો હવે મારી જ દાસ નથી.

