એના હૈયે કદમ રાખવા દે
એના હૈયે કદમ રાખવા દે
એય ખુદા જીવનમાં એનો હાથ થામવા દે,
ભલે થોડી જ ક્ષણો, પણ એને પામવા દે,
નથી જીતવું મારે આ વિશાળ જગત,
બસ એક હૈયું એનું મને તું જીતવા દે,
નથી જોઈતા મોંઘમૂલા મહેલો મને હવે,
બસ એના હૈયે મને કદમ તું રાખવા દે,
નથી જોઈતી દુનિયાની સુખ સાહ્યબીઓ,
એની હૈયાની ધરામાં પ્રેમના બીજ વાવવા દે,
નથી જોઈતી કોઈ કિંમતી જણસ મને,
એના સંગાથમાં દુનિયાનું સુખ પામવા દે.

