એકતાનો સંદેશ આપે છે આ ચા
એકતાનો સંદેશ આપે છે આ ચા
જોમ જુસ્સો શરીરમાં લાવે ચા,
દરેકને હંમેશા ફાવે છે આ ચા,
તન બદનની સુસ્તી ભગાવે ચા,
નવી એનર્જી નવી તાજગી આપે ચા,
દોસ્ત સાથે દોસ્તી વધારે આ ચા,
સવારની એલાર્મ જેવી છે ચા,
ઊંઘ ભગાવે ચા માતૃસમી છે ચા,
સ્વાગત મહેમાનોનું કરે આ ચા,
હજાર વાતો મિત્રો વચ્ચે કરાવે ચા,
દેશ, વિદેશ, ઘર, નોકરી, ધંધો, ક્રિકેટની વાતો કરાવે ચા,
દુશ્મનને પણ દોસ્ત બનાવે આ ચા,
એવી જાદુઈ છે ચા,
ચા શીખવે, ઉકળે એ વધારે ટેસ્ટી બને,
અર્થાત્ મુસીબતોમાં માણસ નિખરી શકે એ શીખવે છે ચા,
શક્કર જેવા મીઠા બનો પણ સાથે ચા જેવા કડક પણ રહો એમ શીખવે છે ચા,
દૂધ જેવા પવિત્ર રહો,
ઈલાયચી, અદરકની જેમ કાર્યની મહેક ફેલાવો, એવો સંદેશ આપે છે ચા,
એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે ચા,
જીવનની ફિલસૂફી શીખવાડે આ ચા.