STORYMIRROR

purvi patel pk

Romance Tragedy

4  

purvi patel pk

Romance Tragedy

એકલતાના સાથી

એકલતાના સાથી

1 min
388

હૃદયમન પર ટકોરા મારી, તું પાછો વળી ગયો,

જરા થોભી જઈ, ખુલવાની રાહ તો જોવી હતી.


વેદનાભર્યું આંસુ, જે મારી આંખેથી વહી ગયું,

એની ભીનાશ થોડી અનુભવી તો જોવી હતી.


વિયોગથી મન ભારી થયું, મારું અને તારું પણ, 

મારી સાથે બેસીને થોડું રડી તો જોવું હતું.


આંખોનું ઊંડાણ, તને ક્યારેય નહીં સમજાયું,

એક ડૂબકી મારીને ગહેરાઈ માપી તો જોવી હતી. 


છોડીને લીલીમ ડાળ, તું સાવ આમ જ ઊડી ગયો,

એકવાર મારી ભેગા ટહુકી તો જોવું હતું.


એકલતાના જ સાથી છીએ આપણે બંને, 

કંઈ નહીં તો મારી ભેગા આથમી તો જોવું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance