એકલો
એકલો
મનમાં રમતા વિચારોને,
કલમનું રમકડું આપી,
કાગળ પર રમતા કરું છું.
મનમાં રહેતી મૂંઝવણોને,
શબ્દોનું સ્વરૂપ આપી,
ગોઠવવાનો પ્રયાસ કરું છું.
મનને લાગે જ્યારે એકલું,
વિચારોને ખભો બનાવી લઈ,
મસ્તક ત્યાં ઢાળી લઉં છું.
વાત હોય મારી કે આપની,
બસ હ્ર્દયેથી ઠાલવી લઈ,
અજેય હળવો થઈ ફરું છું.

