એકલો છોડી ગઈ
એકલો છોડી ગઈ
જામેલી પ્રેમની મહેફિલ મારી,
મહેફિલ છોડીને તું ચાલી ગઈ,
રોકવાની ખૂબ કોશિશ કરી મેં,
તું સાથ મારો હમેશાં છોડી ગઈ...
મહેફિલ સજાવી હતી દિલથી મેં,
યૌવનની જામ મેં છલકાવી હતી,
તેં તો અચાનક વિદાય લીધી ને,
અશ્રુઓની સરિતા તું વહાવી ગઈ...
પ્રેમમાં ડૂબ્યો હતો દિલથી તુજ સંગ,
પ્રેમથી વસંત ખૂબ મહેકાવી હતી,
તારા વિના મારી વસંતની હાલત,
પાનખર જેવી સદાય બની ગઈ...
મધુર પ્રેમ તરાના ગાઈ રહ્યો હતો હું,
તરાના મારા તું બેસૂરા કરતી ગઈ,
તાલ મેળવ્યો હતો દિલની ધડકનથી,
તાલ દિલનો તું બેતાલો કરતી ગઈ...
હું તારો હતો અને તું મારી હતી તો,
ખુદાને મારી ઈર્ષા કેમ આવી ગઈ ?
પ્રેમ ભરેલ સાથ છોડાવ્યો ખુદાએ,
સદાય જોડી ખંડિત મારી થઈ ગઈ...
સળગી રહ્યો છું પ્રેમની જ્વાળામાં,
શાંત કરનારી તું હમેશાં ચાલી ગઈ,
"મુરલી" તડપું છું તને યાદ કરીને હું,
મઝધારે મુજને તું એકલો છોડી ગઈ.

