એકાંત અવસર છે
એકાંત અવસર છે
અદ્ભૂત અવસર છે જાતને મળવાનો આ એકાંતમાં,
ઈશ્વર સુધી પહોંચી શકાય જો જાતને શોધી શકાય એકાંતમાં,
ક્યાંથી આવ્યો ક્યાં જવાનો જાત ને સવાલો કરી મનોમંથન થાય એકાંતમાં,
વિચારોના ઘોડાપૂર પ્રગટે આ એકાંતમાં,
ક્યારેક સ્વર્ગની સફર કરાવે, ક્યારેક દુઃખની ગર્તામાં ધકેલે વિચારો એકાંતમાં,
આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે એકાંતમાં,
ઈશ્વરને મળી શકાય આ એકાંતમાં,
પોતાની ભૂલો સમજાય આ એકાંતમાં,
આ જીવનને ખરા અર્થમાં સમજી શકાય એકાંતમાં,
આત્માથી પરમાત્મા સુધી પહોંચી શકાય આ એકાંતમાં,
જાતને જાણી અને જીવનને માણી શકાય આ એકાંતમાં.
