STORYMIRROR

Pallavi Gohel

Inspirational

3  

Pallavi Gohel

Inspirational

એક તાંતણે બાંધતું

એક તાંતણે બાંધતું

1 min
189

ગોઠણીયાં ભરતું, પા પા પગલી કરતું નિર્દોષ બાળપણ,

વિત્યું હસતાં રમતાં રમતાં ન જાણે ક્યારે આ બાળપણ,


અલ્લડ, અલમસ્ત, પોતાની મસ્તીમાં મસ્ત કિશોરાવસ્થા,

નવાં સ્વપ્નોની ઉડાન ભરી નીત રંગેબેરંગી રાગોમાં ખોવાયું,


જોશ અને ઝનૂનનું ભરી ભાથું યુવાનીનું જોમ બધે માથું મારતું,

સાચાં ખોટાં રસ્તાઓની વચ્ચે દિશા ચૂકી ન જાણે ક્યાં ભરમાતું,


થોડાં કાચાં, પણ ‌સાચાં અનુભવોનો લઈને કાફલો પ્રોઢાવસ્થા,

સ્થિર, સુખી જીવનની લઈ કામનાં અવિરત મહેનતનાં પથ ખેડતું,


અવસ્થાનાં અંતિમ તબકકે અનુભવોનો રસથાળ ભરીને ઘડપણ,

સાનમાં ગહન જ્ઞાન નવી પેઢીને ઉત્સાહથી પછી નીત નવું પીરસતું.


જીવનની ચાર અવસ્થા સાથે માનવ મન ઘણું ઘણું બદલાતું રહ્યું,

પણ, બાળપણ ને ઘડપણ બધી અવસ્થાને એકતાંતણે બાંધતું મેં જોયું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational