STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

એક સોનેરી સાંજે

એક સોનેરી સાંજે

1 min
356

એક સોનેરી સાંજે તને મળવું છે,

શ્વાસ બની તારા રૂહમાં ભળવું છે,


આ આકાશે પૂર્યું ચાંદનાં નામનું સિંદૂર,

મારે પણ તારા નામનું સિંદૂર પૂરવું છે,


આ સૂરજ ખોવાયો બેહોશ બન્યો સંધ્યાની બાહોમાં,

એમ મારે પણ તારામાં ડૂબી જવું છે,


બસ હૃદયમાં ઊગી નીકળેલા ખાલીપાને ભરવો છે,

બસ તારા સંગાથે જીવન જીવી જવું છે,


રંગવિહીન બનેલ મારી જિંદગીને,

તારા પ્રેમનાં મેઘ ધનુષ્યનાં રંગોથી રંગીન

બનાવવી છે,


એક સાંજે મારે તને મળવું છે,

એક સાંજે મારે તને મળવું છે,

સરિતા ભળે સાગરમાં એમ તારામાં ભળવું છે,


એક સાંજે તને મળવું છે,

એક સાંજે તને મળવું છે,

અંધકાર ભર્યા તારા જીવનમાં સૂરજ થઈને ઝળહળવું છે,


એક સાંજે તને મળવું છે,

આ તારી મનમોહક કૃતિને ગઝલમાં વહાવવી છે,

એક સાંજે તને મળવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance