એક સંબંધ સોનેરી
એક સંબંધ સોનેરી


લાખો સંબંધોમાં એક સંબંધ,
દામ્પત્યનો હોય સંબંધ અનેરો,
કૂણી સંવેદના એ બંધાશે ગાંઠ,
જીવનભર નીભાવશે હવેસાથ,
સુખદુઃખમાં બનીશું હમસફર,
થોડો થાય જો પ્રેમનો પરસાદ,
સંબંધીઓનો મીઠો સહકાર,
વડીલોનાં ઉંચેરા આશીર્વાદ,
બસ એક સુંદર ઘડીને અંતરે,
થશે બે હૈયાં આજે એકમેક.
પ્યારનો એ હુંફાળો આસ્વાદ,
આ છે જીવનભરનો સંગાથ,
આજે વાવ્યું છે બીજ એ રૂડું,
થશે પ્રેમનું વટવૃક્ષ દમદાર ઘણું,
એકમેકને અનૂરૂપ થઈને રહેવા,
સાતફેરાનાં બંધને બંધાઈ ગયાં !