એક રૂપસુંદરી જોઈ હતી
એક રૂપસુંદરી જોઈ હતી
મનના ઝરૂખે મારા શમણામાં
એક નાજુક નમણી નાર હતી
મે એક રૂપસુંદરી જોઈ હતી
એ આંખોથી કશું કહેતી હતી
એના હાથોમાં મહેંદી રચેલી હતી
રાતરાણી સમી એની મહેક હતી
અને ચાલ મધુર મતવાલી હતી
હા, મે શમણાને રોકી રાખ્યું હતું,
એના સ્મિતમાં અનોખું દર્દ હતું
એની પાંપણમાં ઝલમલતું હતું
એના ઝાંઝરમાં રણકાર હતો
એના પગરવમાં પણ પ્યાર હતો
ચંચલ હરણી શી ઉછળતી હતી
ને વળી મંદ મધુર શરમાતી હતી
એનું રૂપ ચાંદનીમાં નિખરતું હતું
હા,મે શમણાને રોકી રાખ્યું હતું,
એ કોણ હતી મન મોહિની
એની મને ક્યાં જાણ હતી !?
મારા ગીતોની લયકાર હતી
મારા સંગીતની એ તાલ હતી
એ ઝરણી ખળખળ વહેતી હતી
મારા મનના મહેલમાં રહેતી હતી
તે સુંદર શમણાની રાત હતી
હા, મે શમણાને રોકી રાખ્યું હતું,
એ શમણામાંથી સરકતી હતી
અને દિલમાં મારા ધડકતી હતી
મારા શમણાની એ પ્રીત હતી
મારા મનની એ મનમીત હતી
મારા સપને રોજ વિહરતી હતી
હા, મારા મનના ઝરૂખે એ રહેતી હતી.

