એક પલ
એક પલ


એક આ મોકો મળ્યો છે,
માણજો સાથે ઢળતી સાંજ,
જિંદગીને જકડી લેજો,
આ ડરની સાંજ.
પછી તો બધુય જનજીવન,
શરૂ થઈ જવાનું,
ભાવનાઓને સમજી લેજો,
પછી આમજ જીવી જવાનું.
એક પલને ખુશીઓથી ભરીને જીવો,
બીજાને મળવાનું નથી,
વ્હાલ બધુંય ખડકી લેજો,
ઢળતી સાંજે પણ બહાર જવાનું નથી.
આ મોકો આ સમયને,
લક્ષ્મણ રેખાથી બાંધી રાખજો,
નહીં તો સઘળું ઝાટકે ઝટકી જશે,
કોરોના વાયરસ સાચવજો.
બધાનું ક્યાં સુરજ જેવું,
આથમી ઉગી શકે આ સમયમાં,
ઉગવાની તક ઝડપી લેજો.
ઢળતી સાંજે આમ આ સમયમાં.