Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parbatkumar Nayi

Abstract Others

3  

Parbatkumar Nayi

Abstract Others

એક નામ

એક નામ

1 min
13.4K


એક નામ જ્યાં ગજવામાં ઘાલ્યું.

પહેરણનું પંખી તો હૅંગરથી છટકીને,

આકાશે ઉડવાને ચાલ્યું.


આખી સોસાયટી અચરજથી પૂછે કે,

તાજો બગીચો ક્યાંથી લાવ્યા ?

છોકરો મલક્યો કે ડામરને રોડ નહી,

કાચા મારગમાં થી આવ્યા !

ઓડી-ઈનોવાના મોહ બધા મુકીને,

માફાળા ગાડાને ઝાલ્યું !

એક નામ...


જીન્સના જંગલમાં ઘાઘરીની ઉઠબેસ,

એવી તો મીઠડી લાગે.

પેપ્સીને લીમ્કાના સ્વાદ સૌ ભૂલીને,

દૂધની થેલીઓ માગે !

તંબોળી પાનનું આખુંયે ઝાડ,

બારીની પછવાડે ફાલ્યું...


Rate this content
Log in

Similar gujarati poem from Abstract