STORYMIRROR

Pooja Patel

Romance Fantasy

4  

Pooja Patel

Romance Fantasy

એક મુલાકાત

એક મુલાકાત

1 min
244

એક હતી એ મીઠી મુલાકાત,

ઊંઘ નહોતી આવી એ આખી રાત,

વિચારોએ શરૂ કર્યો હતો પોતાનો વરસાદ,

જિંદગી લાવી હતી જાણે ખુશીઓ અપાર,

એક હતી.....


જીવન બદલી નાખ્યું એવી હતી એ મુલાકાત,

જીવનમાં કર્યા ઘણાં પ્રેમાળ સંવાદ,

આપતી હતી મીઠી નિંદર દરેક મારી રાત,

ઉત્સાહ વધારીને કર્યું જીવનને આબાદ,

એક હતી.....


મળ્યો જીવનભરનો સાથ થકી તે એક મુલાકાત,

હિંમત આપી દરેક સમયે રાખી હાથમાં હાથ,

મજા આવી ગઈ, મળ્યો હંમેશા માટે સંગાથ,

સારું થયું કે થઈ હતી તે એક મુલાકાત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance