એક જાદુ જ છે
એક જાદુ જ છે
મારો જન્મસિદ્ધ થયો આ ભારત દેશની ધરતી પર, એક જાદુ જ છે,
બાળમંદિરની વયે મારી બડબુદ્ધી વિકસિત કરી માએ, એક જાદુ જ છે,
જાત ભાતની વાર્તાઓ સંભળાવી મને સુવાડતી એ મા મારી,એક જાદુ જ છે,
માએ મને આંગળી પકડી ધરતી પર ચાલતો કરીયો, એક જાદુ જ છે,
પ્રેમ એટલો પુષ્કળ આપ્યો માએ મને કે એનો આંચલ ભુલી ના શક્યો, એક જાદુ જ છે,
કેવી રીતે ભૂલી શકું મારી માતાને જેને આંખી જીંદગી,
મારા માટે વિતાવી મને પગ પર ઉભો કર્યો, એક જાદુ જ છે.
