એક ઈચ્છા
એક ઈચ્છા
સાત જન્મની કોને ખબર ? ચાલને,
આ જન્મે જ સાત જન્મનું જીવી લઈએ,
હર એક પળને પ્રેમથી ભરી લઈએ,
સંબંધ એક એવો અજોડ જોડી લઈએ,
એકમેકના દિલમાં વસી આત્માને જોડી લઈએ,
દુનિયામાં અનોખું ચલણ કરી લઈએ,
મોત પણ ભરે શરમ એવું જીવન જીવી લઈએ.

