એક હતા પતલુભાઈ
એક હતા પતલુભાઈ
એક હતા પતલુભાઈ
દોડે કેવા મજાના
ગામ આખું ખૂદી વળે
તોય ના બેસે છાનામાના
એક દિવસ તેઓ ચાલતા હતા
સામે મળ્યાં મોટુભાઈ
વાતો કરવા લાગ્યા
પતલુભાઈએ તરત પૂછયું
કેમ થઈ ગયાં છો જાડા ?
હું તો ખાઉં પીઝા ને બર્ગર
ખાઊ ચાઈનીઝ ઢોસા
બહારનું બહુ ખાવાથી થઈ ગયા જાડા
પણ તમે કેમ સાવ પતલા ?
મારે જમવા ઘરની રસોઈ
ખાઈને જાઉં હું તો ફરવા
સવારે રોજ કસરત કરીને
હવા લઈએ તાજામાજા.
