એક હ્ર્દય ભીની વાત
એક હ્ર્દય ભીની વાત
રડતા હૃદયનાં ન કદીયે આંસુ દેખાય,
એ પીડા એવી કે કોઈનેય ના કહેવાય.
કહેવા જેવાને જયારે વાત ન કરી શકાય,
અંતરપટ ત્યારે અતિશય દુભાઈ જાય.
સાચી લાગણીઓ પર પ્રશ્ન ઊભો થાય,
તે ઘડી કાયા નખશિખ છેદાઈ જાય.
વેદનાની વાત પર જયારે મશ્કરી થાય,
આતમનો દિપક તે ક્ષણે બુઝાઈ જાય.
પારકા તો વર્તે તોય શું ફરક પડી જાય,
દુઃખે ત્યારે આપણું કોક સાવ પારકું થાય.
વગર ગુન્હાએ જયારે આવી સજા પમાય,
સળગે અસ્તિત્વ સંવેદન રાખ થઈ જાય.
વાત ભીતરની ભીતરમાં એનું મૃત્યું થાય,
ફરી કદી ના એ જડે બસ ખોવાઈ જાય.