એક દોસ્તી
એક દોસ્તી
સાલું હવે ને આ દોસ્તી શબ્દ સાંભળતા જ
રડી પડાય છે યાર,
થાકી જવાયુંં આ દોસ્તીની રમત રમતાં રમતાં
શું ધાર્યુ હતું નેે થઈ શું રહ્યું છે
એજ નથી સમજાતું યાર,
આજે એક એક દોસ્ત વિખુટા પડતા દેેખાય રહ્યા છે
જે કહેતા તો એવુું હતા કે થશે ગમે તેવું
પણ સાથે અમેે તો પણ રે'શું જ
આટઆટલી ભીડ વચ્ચે પણ બધા ને એકલા જ જોઉં છું
સમજાતું એ નથી કેે બધા એકલા છે
તો ભીડ કયા દેેખાવની છે,
એક ગીત એવું કંંઈક હતું કે
"તું હી વજા, તેેેેરે બિના........ તેરા યાર હું મેેં"
આ દોસ્તી ના શબ્દો તો આજે
કંઈ જોવા જ નથી મળતા
'ખબર નહીં બધાની દોસ્તી
સાચાથી દેખાવ તરફ કયારે જતી રહી'