એક ડાળ
એક ડાળ
એક ડાળ કેવી નમતી હતી
એટલેજ તો જોને... મને ગમતી હતી,
પવનની જોડે રમતી હતી
કેવા સુંદર ફૂલોને ખમતી હતી,
જો વરસાદે પાણીથી ડરતી હતી
જાણે પાનખરે ખુદમાં હરતી હતી,
પ્રેમ મળે ત્યાં ઢળતી હતી
હવા સંગ ઊડતી મને મળતી હતી,
હૃદયમાં વસાવી કેવી વહાલ કરતી
અંતે તો લાકડે મારી સંગ બળતી હતી.