STORYMIRROR

Hemisha Shah

Tragedy

4  

Hemisha Shah

Tragedy

એક ચિઠ્ઠી લખવી હતી

એક ચિઠ્ઠી લખવી હતી

1 min
453

એક ચિઠ્ઠી લખવી હતી,

ના શહેર ખબર હતી...ના સરનામું 


પણ હૃદય એક છપાયું,

હતું લાગણી ભર્યું સરનામું.

એક ચિઠ્ઠી લખવી હતી ...


યાદ હતી કેટલી ત્યાં,

કેટલીયે મારી સર સામગ્રી છૂટી ત્યાં,


એક ઢળતી શરમાતી નજર,

એક મારી વાટ જોતી નજર,

એક સપનું અધૂરું રાતનું હતું,

એક હૃદય ભીની ભાતનું હતું,


એક લાગણીની ડોર

છૂટી હતી. પાલવ ને કોર. 

એક ચિઠ્ઠી લખવી હતી ..


એક ચિંતા હતી એની વાતમાં,

ઘણી વાર જોઈતી એને ચાંદની રાતમાં,

વિચારી... હૈયું ના હવે હાથ માં 

બસ,


જે છૂટ્યું તું જીવન સાથમાં,

બસ ..ત્યાં એક ચિઠ્ઠી લખવી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy