STORYMIRROR

Pallavi Gohel

Inspirational

4  

Pallavi Gohel

Inspirational

એક ચહેરો રોજ જોયો

એક ચહેરો રોજ જોયો

1 min
295

ઉત્સાહ ઉમંગોથી સદા ભરેલો,

એક ચહેરો મેં રોજ નિહાળ્યો,

સદૈવ પ્રસન્ન વદન મુસ્કુરાતો,

એક ચહેરો મેં રોજ નિહાળ્યો.


ભીતર છૂપાવી કેટકેટલાય મનોમંથન,

હળવાશની વૈચારિકતા સાથે ઝળહળતો,

સંવાદી સોમ્ય સદૈવ રાખી શાંતિ પાથરતો,

એક ચહેરો મેં રોજ નિહાળ્યો.


વ્યવહારીક સુજબુજમાં પરિપક્વતાથી ભરેલો,

અણનમ વ્યક્તિત્વ અનેરું નીત એનું ઝળકે,

સલાહ સદા આપે સાચી જીવન દિશા સુચવતો,

એક ચહેરો મેં રોજ નિહાળ્યો.


ફર્શ પરથી અર્શ સૂધીનો જેણે જીવન પ્રવાસ ખેડ્યો,

સદૈવ અંતર મહીં હિંમત ને અડગ રાખતો,

અમ જીવનમાં પ્રેરણાનો દીપ પ્રગટાવતો,

એક ચહેરો મેં રોજ નિહાળ્યો.


અમ સ્વપ્ન સાર્થકતા કાજે સદા અગ્રેસર થાતો,

અવિરતપણે જીવન પથ પર ચાલ્યા કરતો,

નિરાશાના નિરાકરણ લાવીને જ ઝંપ લાવતો,

એક ચહેરો મેં રોજ નિહાળ્યો.


પ્રાણ પૂરી અમ જીવન પ્રજવલિત નીત કરતો,

કંટક કેરી કેડીમાં બની ફૂલવાડી સદા મહેકાતો,

વ્યથા બધી સંઘરી ભીતર હંમેશ મુસ્કુરાતો,

એક ચહેરો મેં રોજ નિહાળ્યો.


ધરણી મહીં જ ઈશ તને પિતા સ્વરૂપ પામું,

ઋણાનુબંધ અનોખું ઋણ ચૂકવવા તમારું,

હર જનમે સંતાન રૂપ તમ ઘરે જ અવતરું,

ધન્યતાની આ લાગણીમાં રોજ નિતરું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational