એક અરજ
એક અરજ


આજે આઠમ છે. મહાગૌરી માતાજી નું નોરતું છે.. અંબા, બહુચર, ચેહર તારું દર્શન દુર્લભ પણ તારાં નામ સ્મરણથી દુઃખ ભાગે છે.. અરજ કરી મા ને શિશ નમાવું છું કોરોના વાયરસથી સમગ્ર વિશ્વની રક્ષા કરો માતાજી.. લક્ષ ચોર્યાશી ફેરા ફરી આ માનવ અવતાર આવ્યો છે.. આ કોરોનાથી ચિંતા પેઠી એક તારો આધાર છે. મહેર કરો માતાજી.
અંબે મા..
હાથ તારો
તું રાખજે હૂંફાળો, રક્ષા કવચ નો
ઓ દયાળુ માતાજી
નામ સ્મરણ તમારું હરક્ષણ
યાદ રાખીશ હંમેશા.
કોરોના વાયરસ રૂપી રાક્ષસથી આ સૃષ્ટિ ને મુક્તિ અપાવો દેવી.