Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Drama

3  

Kalpesh Vyas

Drama

એઈ! તું ક્યાં જાય છે ?

એઈ! તું ક્યાં જાય છે ?

1 min
407



મન પુછે છે મારું

"એઈ! તું ક્યાં જાય છે?"


સ્મિત ચેહેરા પર દેખાય છે

દુ:ખ તો મનમાં જ છુપાય છે

છતાએ આંખોમાં છપાય છે

હવે આનો શું ઉપાય છે?

મન પુછે છે મારું_

"એઈ! તું ક્યાં જાય છે?"


મનની છે ઘણી વાતો

અમુક વાતો બેધડક કહી દેવાય છે

અમુક વાતો મનમાં જ સહેવાય છે

પણ અમુક વાતો તો એવી છે

જે કહ્યા વગર પણ ક્યાં રહેવાય છે?

મન પુછે છે મારું

"એઈ! તું ક્યા જાય છે?"


નાનપણમાં જે વડીલો કહે એમ જ થાય છે

જુવાનીમાં જે સાથીદાર કહે એમ જ થાય છે

ઘડપણમાં પણ જે નવી પેઢી કહે એમ જ થાય છે

તો પછી સ્વેચ્છાએ ક્યારે જીવાય છે?

મન પુછે છે મારું

"એઈ! તું ક્યા જાય છે?"


આ જિંદગીનાં રંગમંચ પર

એન્ટ્રી છે, એક્ઝિટ પણ થાય છે

પણ એક જ કલાકાર દ્વારા

પાત્રો કેટલાય ભજવાય છે !

પણ પોતાનો રોલ ક્યાં સમજાય છે?

મન પુછે છે મારું

"એઈ! તું ક્યા જાય છે?"


Rate this content
Log in

Similar gujarati poem from Drama