એ
એ


હોય ભલે સૂરજનો ઉગતો ઉજાસ,
કે આથમતી એ લાલાશ,
મને તો રહે છે કાયમ,
એક એના ચહેરાની જ તલાશ.
હોય પંખીઓનો કલરવ,
કે વહેતા ઝરણાનો નિરંતર ખળખળાટ,
મારી આંખો તો બસ નીરખે છે,
સદા, એક એની જ વાટ.
હોય ઝુકેલી ડાળીઓની લચક,
કે પત્તાઓની એ સરસરાહટ,
મને તો દેખાય છે બસ,
મસ્તીસભર એનીજ એક મુસ્કુરાહટ
સુના વગડાનો એ સુનકાર,
કે શહેરની ભીડનો હાહાકાર,
મારા મનમાં તો બસ,
એક એનોજ વિચાર.
કોલાહલમાં છુપાયેલી લાગણીનું મૌન,
કે પછી મૌનમાં રહેલો કોલાહલ,
મારા જીવનની દરેક સમસ્યાઓનો,
એજ તો છે એકમાત્ર હલ.
સાંભળ્યો છે મેં શાંતિથી મંદિરનો શંખ,
કે પછી આરતીનો રણકાર ?
નિપુર્ણ બસ એવો જ કંઈક સંભળાય છે મને,
એનો હરદમ એક એનો જ ઝણકાર.