એ સંબંધ
એ સંબંધ
પૂર્ણિમાની જેમ ખીલી ઉઠ્યો એ સંબંધ,
જ્યારે ગ્રહણ એનું હટી ગયું,
હતી જે બધી રાવ ફરિયાદ,
એનું સમાધાન જ્યારે થઈ ગયું.
વ્યર્થ ચિંતાના વાદળો વચ્ચે,
ઘેરાયેલો રહ્યો હતો જે પ્રેમ,
સ્પષ્ટ દેખાઈ આવ્યો જ્યારે,
ગેરસમજનું ધુમ્મસ વિખરાઈ ગયું.
ફરી વાર્તાલાપનો સંબંધ વધ્યો,
'ને ચહેરા ઉપર સ્મિત આવી ગયું,
જાણે અમાસનો કાળો પડછાયો હટ્યો,
'ને ચાંદનું મુખ દેખાઈ ગયું.
આંખો પણ ટમટમી ઉઠી,
એને જો નવા અરમાનનો સંગ મળ્યો,
તારાઓએ પણ સાથ આપ્યો,
'ને ચાંદનીનું અજવાળું ફેલાઈ ગયું.

