STORYMIRROR

kusum kundaria

Drama

3  

kusum kundaria

Drama

એ માણસ છે

એ માણસ છે

1 min
180


પૂરો કદી ક્યાં ઓળખાયો એ માણસ છે !

ને ધર્મ નામે વેતરાયો એ માણસ છે !


જો બંધ રાખે આંખ ગાંધારી જેવો એ,

હાથે કરીને છેતરાયો એ માણસ છે !


માઠી દશાનો દોષ આપે એ ભાગ્યને,

ખોટીજ રીતે દોરવાયો એ માણસ છે !


ચાંદા ઉપર પણ એ જઈ આવ્યો છે વટથી.

કેવો પછી તો પોરસાયો એ માણસ છે !


આકાશને આંબે છતાં જો સુખ ક્યાં પામે?

સુખનીજ આશે ભોળવાયો એ માણસ છે !


સૃષ્ટિ તણો એ ભેદ જાણી લેવા મથતો.

ને જન્મથી જો જોતરાયો એ માણસ છે !


યંત્રો બનાવીને સહારો એનો લેતો,

તનથીજ કેવો ખોરવાયો એ માણસ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama