STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

એ ઘર ને હું

એ ઘર ને હું

1 min
325

બળતું હતું કશુંક હૃદયમાં એ ઘર ને હું,

દ્વારે ઊભું કદીક અલગથી નજર ને હું.


ખાલી પછી કરીને થયા જયાં અલગ અલગ,

સાથે હતા ફરજને સમજવા ડગર ને હું.


વાંચી શકે વિચાર અહીં તો, કલમ મળે,

મળશે પછી કિતાબ, કહાણી, નગર ને હું.


બાગી બની કરીશ બગાવત હરી ફરી,

મળશે પછી જ સ્થાન અદાથી, કબર ને હું.


ફૂલો નથી ગુલાબ સરીખા, ગમે બધાં,

 આપે પછી ટગરની ખબર, બેઅસર ને હું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract