Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavdeep Vaghela

Romance Tragedy

3  

Bhavdeep Vaghela

Romance Tragedy

એ એક ગઝલ બનીને આવી હતી

એ એક ગઝલ બનીને આવી હતી

1 min
7


મારી જિંદગીમાં એ એક ગઝલ બનીને આવી હતી,

મેં એને વાંચી, વિચારી, સમજી, મક્તાથી મત્લા સુધી શણગારી ને પછી ભૂંસી નાખી હતી,


સૌ પ્રથમ એ વાત, ને વાતમાંથી અફવા બનીને આવી હતી,

વર્ષો પછી એ અફવાને મેંય ભૂલી નાખી હતી,


મારી માટે તો એક અવસર બનીને એ આવી હતી

પણ મેં જ જિંદગીને ઉત્સવમાં ગાળી નાખી હતી,


એ એક રૂપાળી, નમણી, સુંદરી ગઝલ બનીને આવી હતી,

નાનકડી ચીઠ્ઠીરૂપે લાગણીભરી આ ગઝલ મારાં હાથમાં આવી હતી,


"બેદર્દી"એ એ ચીઠ્ઠીને વાળી, ચાર - પાંચ ટૂકડા કરી, હથેળીમાં રાખીને ફૂંકી નાખી હતી 

આમ, મેં મારી જિંદગીની કોરી કિતાબને પાછી કોરી કરી નાખી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance