STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

એ દોસ્ત છે

એ દોસ્ત છે

1 min
723

રકતસંબંધો વિના વ્હાલો કરે એ દોસ્ત છે,

વાતવાતે મીઠડી ખુશબૂ ભરે એ દોસ્ત છે.

 

ના જુવે ટાણું-કટાણું ને અચાનક આવતો,

ને પછી આનંદલોકે સંચરે એ દોસ્ત છે.

 

ખીચડી પણ તેની છપ્પનભોગ જેવી લાગતી,

પાણી પણ અમૃત બનાવીને ધરે એ દોસ્ત છે.

 

જિંદગી બેજાન હો’ ને થાય એનું આગમન,

જીવમાં તો જીવ નાખી દુ:ખ હરે એ દોસ્ત છે.

 

આ અઢી અક્ષરમાં તો ’સાગર’ જગત આખાનું સુખ,

ને અમી આંખેથી હંમેશાં ઝરે એ દોસ્ત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational