એ છે એક સ્ત્રી
એ છે એક સ્ત્રી
દિલમાં ઉચાટને
લાગણીઓનો ઉભાર,
બધુંજ સહન કરે છતાંય,
કહેવાય મોં પર કહી દે છે,
એ છે એક સ્ત્રી !
પિયરની છોડે માયા,
દુર કરે ભાઈનો દુલાર,
સાસરિયાંને સાચવે સદાય,
છતાંય કોણ એને સમજે છે,
એ છે એક સ્ત્રી !
પોતાની છોડે ખુશી,
બીજાં માટે કરે કુરબાની,
આખી જિંદગી વેતરા કરે,
છતાંય કહેવાય કોઈની દીકરી,
એ છે એક સ્ત્રી !
કેટલાં સંબંધોનાં તાંતણે
બંધાઈને સાચવે સૌને,
કેમ કહું કોઈને લાગણીઓ,
હંમેશાં દુભાઈ છું પોતીકાથી,
એ છે એક સ્ત્રી !
ભલે બદલાયો છે જમાનો,
કદમથી કદમ મિલાવવાનો,
એનો નિર્ણયને પથ છે સાચો,
છતાંય અંદરખાને ક્યાંક હજું અટવાય,
એ છે એક સ્ત્રી !
