એ આવીને
એ આવીને
એ આવીને બેરંગ જીવનમાં રંગ ભરી
જાય છે, તેના યાદરૂપી પાંજરામાં મને
પુરી જાય છે.
એ આવીને મારા મનને એક યાત્રા એ
લઇ જાય છે, અને પાછા આવનો રસ્તો
પણ ભુલાઈ જાય છે.
એ આવીને મારી રાતોની ઊંઘ ઉડાડી
જાય છે, અને તેના સપના રૂપી દરિયામાં
મને ડુબાડી જાય છે.
એ આવીને મને દુનિયા દેખવાનો નજરિયો
શીખવી જાય છે, અને મારા હૃદયમાં તેનું
અખિલ સૌંદર્ય દોરી જાય છે.
એ આવીને મારા દરેક પ્રશ્નનો જવાબ
આપી જાય છે, બીજું શું કહું એનાં વિશે હું
તે મને મારાથી ચોરી જાય છે.