દુર્લભ દેહ
દુર્લભ દેહ
જીવન છે ઈશની દેન, દુર્લભ દેહ દીધો,
લક્ષચોરાશી પછી, સાચવતા એહ શીખો.
ભલે હો પુષ્ટ કે હો ના અંગે ભરાવદાર જે,
હસે એનાં ઘર વસે, મનનાં તેજ જીતો.
કસી તન પ્રયાસ કરી, જાળવી અપાર એ,
ત્યાગી અતિ આહાર, મેદનો તો છેદ કીધો.
પરસેવે ન્હાય સિદ્ધિ એને વરે જણાય તે,
સફળ તે જગે જાણ, શ્રમનો પેય પીધો.
ફળ એનું મીઠું, શરીરે તાજગી નિખાર જે,
પ્રભુ પ્રસાદ પામીયો, સંસારે શ્રેય ભીનો.
કરવો જન હિતાર્થે, ઉપયોગ સદાય તે,
જનમારો સાચો ઇશ ભક્તિએ નેહ સીધો.
સાધવો મુક્તિ શો માર્ગ, દેહથી જ પમાય જે,
શક્તિ કરો ભેગી, પરમાનંદ ભેખ લીધો.