દુનિયામાં કોઈ નથી
દુનિયામાં કોઈ નથી
પ્રેમ જેવી દુનિયામાં પવિત્ર કોઈ ચીજ નથી,
બેવફાઈ જેવો દુનિયામાં મોટો કોઈ દગો નથી,
નફરત જેવી દુનિયામાં ભયંકર કોઈ આગ નથી,
વિરહ જેવી દુનિયામાં મોટી કોઈ જુદાઈ નથી,
ગુનાખોરી જેવી દુનિયામાં મોટી કોઈ આલમ નથી,
છળ કપટ જેવી દુનિયામાં મોટી કોઈ રમત નથી,
સંસ્કાર જેવી દુનિયામાં મોટી કોઈ વસિયત નથી,
ઈમાનદારી જેવી દુનિયામાં મોટી કોઈ વિરાસત નથી,
ખાનદાની જેવી દુનિયામાં મોટી કોઈ ચીજ નથી,
બદનામી જેવું દુનિયામાં મોટું કોઈ કલંક નથી,
ત્યાગ જેવી દુનિયામાં મોટી કોઈ ભાવના નથી,
દાન પૂણ્ય જેવો દુનિયામાં મોટો કોઈ મહિમા નથી,
પિતા જેવી દુનિયામાં મોટી કોઈ છત્ર છાયા નથી,
પણ "મુરલી" માંઁ જેવી દુનિયામાં મોટી કોઈ મમતા નથી.
