દુઃખ
દુઃખ
સૃષ્ટિના સર્જનહારના સર્જનનું વર્ણન અવર્ણનીય,
કુદરતને હાની પહોંચાડનાર મનુષ્યનું વર્તન અવર્ણનીય,
ભાઈ બહેનનો પ્રેમ, મસ્તી, લડાઈ, ઝગડા અવર્ણનીય,
બહેનની વિદાય વખતે એ બધી વાતોનું દુઃખ અવર્ણનીય,
પતિ પત્નીનો પ્રેમભર્યો સંબંધ અવર્ણનીય,
એમાં શંકા ઉદ્ભવવાથી એનું દુઃખ અવર્ણનીય,
માતાપિતાનો બાળકો પ્રત્યે પ્રેમ, સ્નેહ, લાગણી અવર્ણનીય,
અમુક બાળકોની એમના પ્રત્યેની લાપરવાહી અવર્ણનીય,
દાદા દાદીનો પૌત્ર પૌત્રી પ્રત્યેનો પ્રેમ અવર્ણનીય,
વિદેશ સ્થાયી થવાથી પૌત્ર પૌત્રીનો વિરહ અવર્ણનીય.
