STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

દુઆનું ફળ

દુઆનું ફળ

1 min
426

મારી હર એક દુઆનું ફળ ત્યારે મળી ગયું,

મારી જિંદગીમાં આગમન તારું ભળી ગયું,


ભરી મહેફિલમાં પણ હું એકલતામાં અટવાતી,

તારા આવવાથી જાણે મારું ઉપવન મહેકી ગયું,


દિવસ અને રાતનું તો ભાન જ ક્યાં રહે છે હવે ?

જીવન આખું તારી આસપાસ એવું તો ગૂંથાઈ ગયું,


રોજ નવા અરમાનો ને ઊંચે ઉડવાની અજબ આશા,

કલ્પનાના વિશ્વમાં મન મારું જોને કેવું ખોવાઈ ગયું,


નથી રહી હવે કોઈ માંગણી આ જીવનમાં કોઈથી,

જિંદગી તને જીવવાનું મજાનું કારણ હવે જડી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance