STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational Romance

દર્પણ

દર્પણ

1 min
27.9K


તું મારો અને હું તારો છું દર્પણ,

પ્રતિબિંબમાં નિરખીએ સ્મરણ,


આંખો ચાર થયાં પછી જો તું,

આ હૃદય થયું હૃદયને શરણ,


કોણ છે તું અને કોણ હું હવે,

સ્થૂળ દેહનાં થયાં જ્યાં તર્પણ,


આકૃતિઓ બે મટી એક થઈ,

તો અદ્રશ્ય કૃતિનું થયું સર્જન,


વિરહમાં તો તું વસ્યો હૃદયમાં,

મિલનમાં કેવું હશે આલિંગન?


ઓળખ થઈ હવે પ્રતિઓળખ,

હવે છેતરી રહ્યા છે આ દર્પણ,


"પરમ" રાધે રાધે સમજાવી ગયાં,

"પાગલ" થઈ શોધું એના ચરણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy