STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy

4  

Isha Kantharia

Romance Fantasy

દર્પણ

દર્પણ

1 min
253

તારા આગમન સમયે બાંધ્યું પ્રેમનું તોરણ,

સોળ શણગાર સજી વારંવાર જોઉ દર્પણ,


એક મુલાકાતમાં પ્રેમમાં પડી ગયા આપણે,

અને બંધાઈ ગયું જન્મોજન્મનું સગપણ,


ખીલી ઊઠ્યો હૈયાનો વેરાન બનેલ બગીચો,

જ્યારે ખુશીઓ આવી આંગણે છોડીને રણ,


કુટુંબના અને આપણાં સપનાંઓ પૂરા કરશું,

"ઈશા" લોકો ભલે બોલતા આપણે કંઈ પણ,


વાળ પાકા થઈ ગયા "સરવાણી" તેમ છતાં,

નથી થઈ આપણી નબળી આંખો અભણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance